
ગુજરાત બોર્ડ HSC ટાઈમ ટેબલ 2023: ગુજરાત બોર્ડ ધોરણ 12 ની મહત્વપૂર્ણ તારીખોની સંપૂર્ણ વિગતો મેળવો
August 9, 2022ગુજરાત બોર્ડ ધોરણ 12 અભ્યાસક્રમ 2023 (Gujarat board HSC syllabus 2023): ગુજરાત બોર્ડ એ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંને માટે, વર્ષ 2022-23 માટે GSEB HSC અભ્યાસક્રમ બહાર પાડયો છે. અસરકારક રીતે તૈયારી કરવા માટે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પાસે GSEB બોર્ડનો HSC નો અભ્યાસક્રમ 2022-23 હોવો જરુરી છે. 2022 માટેના ગુજરાત ધોરણ 12 બોર્ડની પરીક્ષાના અભ્યાસક્રમમાં વિજ્ઞાન પ્રવાહના મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 12 અભ્યાસક્રમ 2022-23 ને સમજીને સારી રીતે તૈયારી માટેનો અભિગમ વિકસાવી શકે છે. GSEB HSC પરીક્ષાના ઓછામાં ઓછા 2 મહિના પહેલા, વિદ્યાર્થીઓએ GSEB ધોરણ 12 ના 2022 ના વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવો જોઈએ. ત્યારબાદ તેઓએ ગુજરાત બોર્ડ ધોરણ 12 નો અભ્યાસક્રમ ફરીથી જોવો જોઈએ અને પાછલા વર્ષના ગુજરાત બોર્ડના ધોરણ 12 ના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવી જોઈએ.
પ્રકરણ | પ્રકરણનું નામ |
---|---|
પ્રકરણ 1 | સંબંધ અને વિધેય |
પ્રકરણ 2 | ત્રિકોણમિતીય પ્રતિવિધેયો |
પ્રકરણ 3 | શ્રેણિક |
પ્રકરણ 4 | નિશ્ચાયક |
પ્રકરણ 5 | સાતત્ય અને વિકલનીયતા |
પ્રકરણ 6 | વિકલિતના ઉપયોગો |
પ્રકરણ 7 | સંકલન |
પ્રકરણ 8 | સંકલનનો ઉપયોગ |
પ્રકરણ 9 | વિકલ સમીકરણો |
પ્રકરણ 10 | સદિશ બીજગણિત |
પ્રકરણ 11 | ત્રિપરિમાણીય ભૂમિતિ |
પ્રકરણ 12 | સુરેખ આયોજન |
પ્રકરણ 13 | સંભાવના |
પ્રકરણ | પ્રકરણનું નામ |
---|---|
પ્રકરણ 1 | વિદ્યુતભાર અને ક્ષેત્ર |
પ્રકરણ 2 | સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને કેપેસીટન્સ |
પ્રકરણ 3 | વિદ્યુત પ્રવાહ |
પ્રકરણ 4 | ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ |
પ્રકરણ 5 | ચુંબકત્વ અને દ્રવ્ય |
પ્રકરણ 6 | વિદ્યુતચુંબકીય પ્રેરણ |
પ્રકરણ 7 | પ્રત્યાવર્તી પ્રવાહ |
પ્રકરણ 8 | વિદ્યુતચુંબકીય તરંગો |
પ્રકરણ 9 | કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો |
પ્રકરણ 10 | તરંગ પ્રકાશશાસ્ત્ર |
પ્રકરણ 11 | વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ |
પ્રકરણ 12 | પરમાણુઓ |
પ્રકરણ 13 | ન્યુક્લિયસ |
પ્રકરણ 14 | અર્ધવાહક ઈલેક્ટ્રોનિક્સ: દ્રવ્યો, રચનાઓ |
પ્રકરણ 15 | સંદેશાવ્યવહાર તંત્ર |
પ્રકરણ | પ્રકરણનું નામ |
---|---|
પ્રકરણ 1 | વિદ્યુતભાર અને ક્ષેત્ર |
પ્રકરણ 2 | સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને કેપેસીટન્સ |
પ્રકરણ 3 | વિદ્યુત પ્રવાહ |
પ્રકરણ 4 | ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ |
પ્રકરણ 5 | ચુંબકત્વ અને દ્રવ્ય |
પ્રકરણ 6 | વિદ્યુતચુંબકીય પ્રેરણ |
પ્રકરણ 7 | પ્રત્યાવર્તી પ્રવાહ |
પ્રકરણ 8 | વિદ્યુતચુંબકીય તરંગો |
પ્રકરણ 9 | કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો |
પ્રકરણ 10 | તરંગ પ્રકાશશાસ્ત્ર |
પ્રકરણ 11 | વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ |
પ્રકરણ 12 | પરમાણુઓ |
પ્રકરણ 13 | ન્યુક્લિયસ |
પ્રકરણ 14 | અર્ધવાહક ઈલેક્ટ્રોનિક્સ: દ્રવ્યો, રચનાઓ |
પ્રકરણ 15 | સંદેશાવ્યવહાર તંત્ર |
પ્રકરણ | પ્રકરણનું નામ |
---|---|
પ્રકરણ 1 | ઘન અવસ્થા |
પ્રકરણ 2 | દ્રાવણ |
પ્રકરણ 3 | વિદ્યુત-રસાયણવિજ્ઞાન |
પ્રકરણ 4 | રાસાયણિક ગતિકી |
પ્રકરણ 5 | પૃષ્ઠ રસાયણ |
પ્રકરણ 6 | તત્ત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો |
પ્રકરણ 7 | p-વિભાગનાં તત્ત્વો |
પ્રકરણ 8 | d અને f વિભાગનાં તત્ત્વો |
પ્રકરણ 9 | સવર્ગ સંયોજનો |
પ્રકરણ 10 | હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો |
પ્રકરણ 11 | આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો |
પ્રકરણ 12 | આલ્ડીહાઈડ, કિટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો |
પ્રકરણ 13 | એમાઈન સંયોજનો |
પ્રકરણ 14 | જૈવિક અણુઓ |
પ્રકરણ 15 | પોલિમર |
પ્રકરણ 16 | રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન |
સ્ટેપ 1: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gsebeservice.com પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર, “અભ્યાસક્રમ” વિભાગ પર જાઓ.
પગલું 3: નવી વિન્ડોમાં “ GSEB ધોરણ 12/HSC નો અભ્યાસક્રમ” દેખાશે.
પગલું 4: યોગ્ય શાખા અભ્યાસક્રમ (વિજ્ઞાન/કોમર્સ/આર્ટસ્) પસંદ કરો.
પગલું 5: પરીક્ષા માટે અભ્યાસ શરુ કરવા માટે, PDF ને ડાઉનલોડ કરો અને સેવ કરો.
જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 12 ના અભ્યાસક્રમથી પરિચિત છે તેઓ પરીક્ષા અને આગામી ભણતરને પણ ઉકેલવા માટે તૈયાર છે. નીચે કેટલાક ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
1. વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં પ્રકરણની સુસંગતતા અને તેના ગુણભાર પ્રમાણે તેમના અભ્યાસનું આયોજન કરી શકે છે.
2. વિદ્યાર્થીઓ કોર્સ વિશે ઘણું શીખે છે, જેમ કે, માળખું, ઉદ્દેશ્યો અને અન્ય બાબતોની સાથે, તેમની પાસેથી શું અપેક્ષિત છે.
3. અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ દરમિયાન આવરી લેવામાં આવેલ ચેપ્ટર અને કોન્સેપ્ટની વ્યાપક ઝાંખી આપવામાં મદદ કરે છે.
4. વિદ્યાર્થીઓ ટોપિક વિષે શીખી શકે છે અને સરળ, સીધી અને સચોટ રીતે પ્રેક્ટિસ કરી શકે છે.
GSEB ધોરણ 12 ગણિતના પ્રકરણ મુજબના ગુણભારની માહિતી નીચે આપેલ છે:
ક્રમાંક | પ્રકરણનું નામ | પ્રકરણ પ્રમાણે ગુણભાર | પ્રકરણો પ્રમાણે ગુણભાર |
---|---|---|---|
1 | સંબંધ અને વિધેય | 6 | 12 |
2 | ત્રિકોણમિતીય પ્રતિવિધેયો | 6 | |
3 | શ્રેણિક | 7 | 14 |
4 | નિશ્ચાયક | 7 | |
5 | સાતત્ય અને વિકલનીયતા | 8 | 44 |
6 | વિકલિતના ઉપયોગો | 8 | |
7 | સંકલન | 14 | |
8 | સંકલનનો ઉપયોગ | 7 | |
9 | વિકલ સમીકરણો | 7 | |
10 | સદિશ બીજગણિત | 8 | 16 |
11 | ત્રિપરિમાણીય ભૂમિતિ | 8 | |
12 | સુરેખ આયોજન | 6 | 6 |
13 | સંભાવના | 8 | 8 |
કુલ | 100 |
GSEB ધોરણ 12 ભૌતિકવિજ્ઞાનના પ્રકરણ મુજબના ગુણભારની માહિતી નીચે આપેલ છે:
ક્રમાંક | પ્રકરણનું નામ | પ્રકરણ પ્રમાણે ગુણભાર |
---|---|---|
1 | વિદ્યુતભાર અને ક્ષેત્ર | 7 |
2 | સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને વીજધારિતા | 8 |
3 | વિદ્યુત પ્રવાહ | 9 |
4 | ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ | 8 |
5 | ચુંબકત્વ અને દ્રવ્ય | 5 |
6 | વિદ્યુતચુંબકીય પ્રેરણ | 5 |
7 | પ્રત્યાવર્તી પ્રવાહ | 8 |
8 | વિદ્યુતચુંબકીય તરંગો | 5 |
9 | કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો | 9 |
10 | તરંગ પ્રકાશશાસ્ત્ર | 11 |
11 | વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ | 6 |
12 | પરમાણુઓ | 7 |
13 | ન્યુક્લિયસ | 5 |
14 | અર્ધવાહક ઈલેક્ટ્રોનિક્સ: દ્રવ્યો, રચનાઓ | 7 |
કુલ ગુણ | 100 |
GSEB ધોરણ 12 જીવવિજ્ઞાનના પ્રકરણ મુજબના ગુણભારની માહિતી નીચે આપેલ છે:
ક્રમાંક | પ્રકરણનું નામ | પ્રકરણ પ્રમાણે ગુણભાર |
---|---|---|
1 | સજીવોમાં પ્રજનન | 5 |
2 | સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન | 5 |
3 | માનવ પ્રજનન | 6 |
4 | પ્રાજનનિક સ્વાસ્થ્ય | 4 |
5 | આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો | 9 |
6 | આનુવંશિકતાનો આણ્વીય આધાર | 8 |
7 | ઉદ્દવિકાસ | 7 |
8 | માનવ-સ્વાસ્થ્ય અને રોગો | 8 |
9 | ખાદ્ય-ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ | 7 |
10 | માનવ-કલ્યાણમાં સૂક્ષ્મજીવો | 7 |
11 | બાયોટેક્નોલોજી: સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ | 8 |
12 | બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો | 6 |
13 | સજીવો અને વસ્તી | 6 |
14 | નિવસનતંત્ર | 4 |
15 | જૈવ-વિવિધતા અને સંરક્ષણ | 6 |
16 | પર્યાવરણીય સમસ્યાઓ | 4 |
કુલ ગુણ | 100 |
GSEB ધોરણ 12 રસાયણવિજ્ઞાનના પ્રકરણ મુજબના ગુણભારની માહિતી નીચે આપેલ છે:
ક્રમાંક | પ્રકરણનું નામ | પ્રકરણ પ્રમાણે ગુણભાર |
---|---|---|
1 | ઘન અવસ્થા | 7 |
2 | દ્રાવણ | 7 |
3 | વિદ્યુત-રસાયણવિજ્ઞાન | 8 |
4 | રાસાયણિક ગતિકી | 8 |
5 | પૃષ્ઠ રસાયણ | 6 |
6 | ત્ત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો | 5 |
7 | p-વિભાગનાં તત્ત્વો | 7 |
8 | d અને f વિભાગનાં તત્ત્વો | 6 |
9 | સવર્ગ સંયોજનો | 8 |
10 | હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો | 6 |
11 | આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો | 6 |
12 | આલ્ડીહાઈડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો | 6 |
13 | એમાઈન સંયોજનો | 6 |
14 | જૈવિક અણુઓ | 6 |
15 | પોલિમર | 5 |
16 | રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન | 3 |
કુલ ગુણ | 100 |
પ્રશ્ન 1: શું GSEB HSC અભ્યાસક્રમ 2023 માં કોઈ ફેરફાર હશે?
જવાબ: ના, અગાઉ, કોવિડ-19 રોગચાળાના વધતા જતા કેસોને કારણે અધિકારીઓએ અભ્યાસક્રમમાં 25% નો ઘટાડો કર્યો હતો. પરંતુ હવે રાબેતા મુજબ પૂર્ણ અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યો છે.
પ્રશ્ન 2. શું GSEB ધોરણ 12 નો અભ્યાસક્રમ વ્યાપક છે?
જવાબ. અભ્યાસક્રમ તમે પસંદ કરેલ પ્રવાહ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 5 વિષયો પાસ કરવા જરુરી છે. તમે સરળતાથી અભ્યાસક્રમને આવરી શકો છો, પછી ભલે તે ગમે તેટલો વ્યાપક હોય, જો તમે ઝડપથી અને સારી રીતે તૈયારી કરો.
પ્રશ્ન 3. શું GSEB ધોરણ 12 ના અભ્યાસક્રમ માટે જૂની બુકનો ઉપયોગ કરી શકું?
જવાબ. હા, તમે કરી શકો છો, પરંતુ અમે તમને અમારી વેબસાઈટ embibe.com પર એક નજર નાખવા માટે સૂચિત કરીશુ. જ્યાં તમે તમારા ધોરણ માટેનો ગુજરાત બોર્ડના વ્યાપક અભ્યાસક્રમનો અભ્યાસ કરી શકો, વિડિયો જોઈ શકશો અને ટેસ્ટ પણ આપી શકશો.
પ્રશ્ન 4. મારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કેટલા વિષય પાસ કરવા પડશે?
જવાબ. તમારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે મુખ્ય ચાર વિષય ગણિત, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી પડશે.
અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 ના અભ્યાસક્રમ (Gujarat board science stream class 12 syllabus) નું આ આર્ટિકલ તમને તમારી તૈયારીમાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.
વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.